Beneficiary List of PM Suryghar Yojana 2024: મિત્રો પીએમ સૂર્ય ઘર યોજના 300 યુનિટ મફત વીજળી માટે નવી યાદી જાહેર થઇ ચુકી છે. તમારા જિલ્લાના લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહિ તે ચેક કરો અને જાણો તમારા જિલ્લામાં કેટલી અરજીઓ આવી છે. આ બધી જ માહિતી જાણવા માટે અમારી આ પોસ્ટ લાસ્ટ સુધી વાંચો..
PM Suryghar Yojana Beneficiary List 2024
પીએમ સૂર્યઘર યોજના (PM Suryaghar Yojana) હેઠળ મફત સોલાર પેનલ મેળવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની યાદી ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા હતી. આ યોજનાની જાહેરાત 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પછી કરવામાં આવી હતી. આ યોજનાનો ધ્યેય દેશના 1 કરોડ જેટલા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના ઘરની છત પર મફતમાં સોલાર પેનલ લગાડવાનો હતો. સરકાર દ્વારા આ યોજનાને લાગુ કરવામાં આવતાંજ લાખો લોકો આ યોજના અંતર્ગત પોતાના ઘરોની છત પર સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવા માટે ઓનલાઇન અરજી કરી રહ્યા છે. તેમ જ ઘણા બધા લોકો આ યોજના અંતર્ગત લાભ પણ મેળવી ચૂક્યા છે.
હાલમાં જ રિન્યુએબલ એનર્જી મંત્રાલય દ્વારા આપવામાં આવેલ એક અહેવાલ મુજબ તમે તમારા રાજ્ય અને તમારા જિલ્લાઓમાં કેટલા લોકોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે. અને તમારા જિલ્લામાં આવેલા વિક્ર્તાઓ ની વિગતવાર યાદી શેર કરી છે જેથી તમે પણ આ વિગતવાર યાદી ને જાણીને તમારા ઘરે સોલાર પેનલ લગાવી શકો છો. તમારા જિલ્લા પ્રમાણે વિક્રેતાઓનું લિસ્ટ જાણવા માટે તમે નીચે આપેલ લિંક પાર ક્લિક કરી જાણી શકો છો.
Link: Vendor List of PM Surya Ghar Yojana
પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ દેશના લખો લોકો પોતાના ઘરની છતો પર સોલાર પેનલ સિસ્ટમ લગાવી રહ્યા છે. જેનાથી અનેક લાભો મળશે, જેવા કે દરેક પરિવારને સોલાર પેનલ સહિત સંપૂર્ણ સોલાર પાવર સિસ્ટમ મફતમાં આપશે. આ સિસ્ટમ દ્વારા ઉત્પાદિત વીજળીનો ઉપયોગ ઘર વપરાશ માટે કરી શકાય છે. વીજળી ઘરની જરૂરિયાત કરતા વધુ હોય, તો વધારાની વીજળી વીજ કંપનીને વેચી શકાય છે. આનાથી પરિવારને વધારાની આવક થઈ શકે છે.
તો મિત્રો હવે તમે પણ તમારા જિલ્લા અને રાજ્ય મુજબ લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહિ તે જોઈ શકો છો અને અરજી ફોર્મ ભરવા છતાં લિસ્ટમાં તમારું નામ નહિ હોય તો આગળ તાપસ કરી શકો છો. પીએમ સૂર્ય ઘર યોજનામાં અરજી કરવાની બાકી હોય તો તમામ જાણકારી જેવી કે ફોર્મ કેવી રીતે ભરવું, શું ડોક્યુમેન્ટ ની જરૂરિયાત છે વગેરે જેવી મહીંથી અમે આગળના લેખમાં આપી ચુક્યા છે જેના વિશે તમે વિગતવાર માહિતી મેળવી શકો છો લિંક અમે નીચે આપી છે.
જિલ્લા અને રાજ્ય મુજબ અરજી રેકોર્ડ કેવી રીતે મેળવવો? List of Beneficiary
પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે અધિકૃત પોર્ટલ પર રાજ્યો અને જિલ્લાઓની યાદી બહાર પાડી છે. જિલ્લા અને રાજ્ય મુજબ અરજી રેકોર્ડ જાણવા માટે સરકાર દ્વારા ચાલી રહેલ આધિકૃત પોર્ટલ પર જઈ તમામ વિગત મેળવી શકો છો. આ માટે નીચેના પગલાંઓ અનુસરો:
- સૌ પ્રથમ PM સૂર્ય ઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmsuryaghar.gov.in ની મુલાકાત લો.
- ત્યારબાદ હોમ પેજ પર, What’s New વિકલ્પ પર ક્લિક કરો, જે મુખ્ય મેનુમાં ઉપલબ્ધ હશે.
- ત્યારબાદ તમે તમારા જિલ્લાવાર અને રાજ્યવાર યાદી મેળવી શકો છો.
ઉપર બતાવ્યા મુજબ પીએમ સૂર્યઘર યોજના હેઠળ લાભાર્થીની જિલ્લાવાર અને રાજ્યવાર યાદી જોવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ ગોવરમેન્ટ વેબસાઈટ પર તમને 5 જૂને અપડેટ કરવામાં આવેલી રાજ્યો અને જિલ્લાઓની યાદી મળશે, જેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. આ રીતે તમે આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી શકો છો.
જો તમે આ યોજના માટે લાયક છો અને લાભાર્થી યાદીમાં તમારું નામ હોય, તો તમારે સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. આમાં સામાન્ય રીતે જરૂરી દસ્તાવેજો જેમ કે ration card, ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો, અને વીજળીનું બિલ જેવી માહિતી સામેલ હોય છે.
નોંધ: આ લેખ માં આપેલી માહિતી સત્તાવાર સૂત્રો પર આધારિત છે. જોકે, સરકાર યોજના ની વિગતોમાં કોઈપણ સમયે ફેરફાર કરી શકે છે. અને એ સત્તાવાર જાહેરાત અને અધિકૃત વેબસાઇટ પર આપેલી માહિતી પર વિશ્વાસ કરો.
કોઈપણ ખોટી માહિતી અથવા છેતરપિંડીથી સાવધાન રહો. સરકાર ક્યારેય યોજના માટે ફોન પર કે SMS દ્વારા પૈસાની માંગ નહિ કરે. જો તમને યોજના સંબન્ધિત કોઈ પ્રશ્ન હોય, તો સંબંધિત સરકારી વિભાગનો સંપર્ક કરો.
Important Links
Solar Rooftop Calculator | Click Here |
Subsidy Structure | Click Here |
Vendor List / Details | Click Here |
Registration | Click Here |
Login | Click Here |
DISCOM Portal Link | Click Here |
DISCOM Contact Details | Click Here |
Bank Financing Options | Click Here |