PM Surya Ghar Yojana 2024 | શામાટે સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાવવી જોઈએ અને શું છે તેના ફાયદા?

PM Surya Ghar Muft Bijli Yojana: દોસ્તો હાલમાં ચાલી રહેલ પીએમ સૂર્ય ઘર યોજના જેમાં સરકાર તરફથી દેશના ગરીબ અને માધ્યમ વર્ગના પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવી રહી છે. અને જો તમે આ યોજના ધ્વરા તમારા ઘરના છત પર સોલાર પેનલ સિસ્ટમ લગાવો છો તો સરકાર તમને 60% ટાકા સુધીની સબસિડી આપી રહી છે.

તો મિત્રો જો તમે પણ તમારા ઘરના છત પર સોલાર પેનલ લગાવવા જઈ રહ્યા છો તો તમારા મનમાં અનેક સવાલો આવી રહ્યા હશે. જેવા કે શામાટે સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાવવી જોઈએ અને શું છે તેના ફાયદા? સિવાય અનેક સવાલો જે તમારે જાણવું બેહદ જરૂરી છે જેનો જવાબ અમે આ પોસ્ટ દ્વારા આપવા જઈ રહ્યા છે જેને જાણવા માટે આ પોસ્ટ અંત શુધી વાંચો તો તમારા મોટા ભાગના દૉઉટ ક્લિયર થઇ જશે.

PM Surya Ghar Yojana 2024 (મુંઝવતા પ્રશ્નો)

  • શામાટે સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાવવી જોઈએ અને શું છે તેના ફાયદા?
  • સરકારે 1kw, 2kw અને 3kw માટે કેટલા રૂપિયા નક્કી કાર્ય છે?
  • 1kw, 2kw અને 3kw માટે કેટલા રૂપિયાનો ખર્ચ થશે?
  • પહેલા કેટલા રૂપિયા ભરવાના થશે અને સબસિડીના પૈસા ક્યારે મળશે અને કેવી રીતે?
  • આ યોજનાનો લાભ કોણ લઇ શકશે અને આવક મર્યાદા શું છે?
  • આ યોજનાનો લાભ લેવા માટે કયા-કયા દસ્તાવેજની જરૂર પડશે?
  • ઘરમાં વીજળી કનેકશન ના હોય તો શું આ યોજનાનો લાભ લઇ શકાય છે?
  • આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે અને ફોર્મ કેવી રીતે ભરવું?
  • સોલાર પેનલની અને ઈન્વેટરની વૉરંટી કેટલા વર્ષની રહશે?
  • તમારા માટે કઈ સોલાર પેનલ વધુ સારી છે અને કયા-કયા પ્રકારની સોલાર પેનલ આવે છે જેમાંથી તમારે કઈ ફિટ કરાવવી જોઈએ?

આ પણ વાંચો:

સોલાર રૂફટોપ સિસ્ટમ કેટલા પ્રકારની હોય

સૌથી પહલે અપને જાણીશું કે સોલાર રૂફટોપ સિસ્ટમ કેટલા પ્રકારની હોય છે? તો મિત્રો સોલાર રૂફટોપ સિસ્ટમ બે પ્રકારની હોય છે (1) On-Grid Solar Rooftop System અને (2) Off-Grid Solar Rooftop System.

Off-Grid Solar Rooftop System

ઑફ ગ્રીડ સોલાર સિસ્ટમની અંદર જે સોલાર સિસ્ટમ તમે તમારા ઘરના છત ઉપર લગાવો છો તેમાંથી જે પાવર(વીજળી) ઉત્પન્ન થાઈ છે તે સીધો એક બેટરીમાં સ્ટોરેજ થાય છે. અને આ બેટરીમાં સ્ટોરેજ થયેલ વિદ્યુત તમે તમારા ઘરમાં ઇનવેટર દ્વારા વાપરી શકો છો.

On-Grid Solar Rooftop

ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ જો તમે તમારા ઘરના છત ઉપર લગાવો છો તો આ સિસ્ટમની અંદર તમારે બેટરી લગાડવાની જરૂર નથી કારણ કે જે તમારા સોલાર પેનલ દ્વારા જે DC વિદ્યુત ઉત્પન્ન થશે તે ઇનવેટર દ્વારા AC માં રૂપાંતરિત થઇ સીધો તમારા ઘરમાં વાપરી શકાશે. એટલે કે અહીંયા તમને કોઈ પણ બેટરી સ્ટોરેજ નહિ મળે.

પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા તમને On-Grid Solar System મળશે કે જેની અંદર બેટરી સ્ટોરેજ નહિ હોય એટલે કે તમારે બેટરી સ્ટોરેજ નહિ થાય. જયારે GEB દ્વારા વીજળી હશે ત્યારે જ તમે વીજળીનો ઉપયોગ કરી શકશો જયારે પણ GEBની વીજળી નહિ હોય ત્યારે તમે ઘરમાં વીજળીનો ઉપયોગ નહિ કરી શકો.

શા માટે સોલાર રૂફટોપ સિસ્ટમ નંખાવવી જોઈએ અને શું છે તેના ફાયદા?

તો મિત્રો અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એ EV બાઈકનો ચાલી રહ્યો છે ઇલેક્ટ્રિક વાહનો હવે ધીરે ધીરે આપણા દેશની અંદર આવી રહ્યા છે. અને જો તમે અત્યારે એ યુઝ કરી રહ્યા છો તો જો તમે આ સોલાર સિસ્ટમ નખાવો છો તો તમારા EV બાઈક ને તમે આનાથી ચાર્જ કરી શકો છો જેથી તમારો પેટ્રોલનો ખર્ચ બચી જશે. બીજી વસ્તુ છે કે જો તમારો વપરાશ માનો ફેન, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન માટે કે AC માટે તમારો વપરાશ એટલો નથી કે તમારે સોલાર સિસ્ટમ નાખવાની જરૂર છે તે છતાં પણ જો તમે આ સિસ્ટમ નખાવી હશે તો તમારો ગેસનો ખર્ચો પણ બચી જશે.

જેમ કે તમે ઇલેક્ટ્રિક ગીઝર યુઝ કરી શકો છો તમે ઇલેક્ટ્રિક સઘળી યુઝ કરી શકો છો એનાથી તમારો ગેસનો પણ ખર્ચો બચી જશે તો કુકિંગ માટે પણ તમે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરી શકો છો. તો આ રીતે સોલાર સિસ્ટમનો ખૂબ જ ફાયદો છે. તમારા ઘરની અંદર બધા જ વસ્તુ જો ઇલેક્ટ્રિક થઈ જાય તો તમારો ગેસ બચી શકે છે તમારું પેટ્રોલનો ખર્ચો બચી શકે છે.

સરકારે 1kw, 2kw અને 3kw માટે કેટલા રૂપિયા નક્કી કાર્ય છે?

તો મિત્રો તમને જણાવી દઉં કે સરકારે માત્ર સબસિડી જાહેર કરેલી છે સરકારે 1 kw 2 kw કે 3 kw કે એના કરતાં પણ વધારે માટે કોઈ જ ભાવ નક્કી નથી કર્યો ભાવ જે છે સોલાર સિસ્ટમનો એ ગવર્મેન્ટ નક્કી નથી કરતી આ આની અંદર માત્ર સબસીડી જ નક્કી કરે છે. જે ભાવ છે એ જે તે કંપની નક્કી કરશે જે ડિસ્કોમ ની અંદર રજીસ્ટર કરેલી કંપની છે કે જે આ સોલર સિસ્ટમ લગાવવાની છે, જે ત્યાં એપ્રુવલ થયેલી છે એ કંપની જ આ ભાવ નક્કી કરશે.

તો દરેક કંપની અને દરેક કંપની જે સોલર પેનલ યુઝ કરે છે જે કંપનીની યુઝ કરે છે માનો કે અદાણીની સોલર પેનલ યુઝ કરે છે કે ટાટા ની યુઝ કરે છે કે પછી તેની સાથે કયું ઇન્વર્ટર આપે છે કેટલી સિસ્ટમ આપે છે સ્ટ્રક્ચર કેવું હશે આ દરેક વસ્તુ ઉપર એ આધાર રાખે છે.

આ યોજનાનો લાભ કોણ લઇ શકશે અને આવક મર્યાદા શું છે?

આ યોજનાનો લાભ જે છે એ ભારતીય દરેક નાગરિક લઈ શકે છે આના માટે કોઈપણ સ્પેસિફિક કેટેગરી જાહેર કરવામાં નથી આવી. એસસી, એસટી, ઓબીસી કે આવું કોઈ જ કેટેગરી જાહેર કરવામાં નથી આવી દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ભારતીય નાગરિક કોઈ પણ હોય એ આનો લાભ લઈ શકે છે પણ આ માત્ર ને માત્ર રેસિડન્ટ માટે છે એટલે કે ઘર માટે છે કોઈ કંપની માટે કે કોઈ સંસ્થા માટે આ સિસ્ટમ લાગુ નહીં પડે ત્યારબાદ આવક મર્યાદાની વાત કરીએ તો મિત્રો આની અંદર કોઈ પણ આવક મર્યાદાની બાંધછોડ રાખવામાં નથી આવેલી કોઈ પણ આવક મર્યાદા હોય તમારી ગમે તેટલી આવક હોય તમે આ યોજનાની અંદર લાભ લઈ શકો છો.

આ વિશેની તમામ માહિતી આપણે આગળની પોસ્ટમાં વિસ્તારથી આપી જ છે એના માટે તમે આ પોસ્ટ વાંચી શકો છો (જાણવા માટે અહીં ક્લિક કરો)

આ યોજનાનો લાભ લેવા માટે કયા-કયા દસ્તાવેજની જરૂર પડશે?

તો એની અંદર તમારે પાનકાર્ડ, આધાર કાર્ડ, લાઈટ બિલ વેરાની પાવતી અને ફોટો એક નંગ અને પેમેન્ટ એટલે કે જે સિસ્ટમનું પેમેન્ટ થાય છે એનો ચેક તમારે આપવાનો રહેશે અને વેરા પાવતી જે છે એ તમારા ઘરનો જે તમે વેરો ભરતા હોય એ વેરા પાવતી તમારે આપવાની રહેશે.

ઘરમાં વીજળી કનેકશન ના હોય તો શું આ યોજનાનો લાભ લઇ શકાય છે?

તમારા ઘરે જો ઇલેક્ટ્રિક મીટર કે વીજળી કનેકશન નથી તો તમે આ સિસ્ટમ નથી નખાવી શકતા કારણ કે આ ઓનગ્રીડ સિસ્ટમ છે આ ઓફગ્રીડ સિસ્ટમ નથી કે જેમાં બેટરી તમારી રહેશે અને બેટરીમાં જનરેશન આવશે અને એ ત્યાં સ્ટોરેજ થશે એવું નથી અને તમારે ઓનગ્રીડ છે એટલે તમારી ગ્રીડ સાથે કનેક્ટ થશે તો ગ્રીડ જરૂરી છે. એટલે જેના ઘરે ઇલેક્ટ્રિક મીટર નથી કાં તો એવી ઓકવર્ડ જગ્યાએ રહે છે ત્યાં ઇલેક્ટ્રિસિટી હજુ સુધી પહોંચી જ નથી તો એ લોકો આ સિસ્ટમનો લાભ લઈ શકશે નહીં.

આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે અને ફોર્મ કેવી રીતે ભરવું?

આ યોજના માટે કોઈ છેલ્લી તારીખ કે સમય નિર્ધારિત કરવામાં આવ્યો નથી જે વહેલો તે પેહલો રહશે મતલબ કે તેમને પહેલો લાભ મળશે. અને ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ માહિતી અમે આગલી પોસ્ટ માં વિસ્તારથી આપી છે જેને તમે વાંચી શકો છો (અહીંયા ક્લિક કરો).

સોલાર પેનલની અને ઈન્વેટરની વૉરંટી કેટલા વર્ષની રહશે?

દરેક સોલર પેનલની પાછળ લખેલું હોય છે કે સોલર પેનલની લાઈફ કેટલા વર્ષની હોય છે આમ જુઓ તો આશરે 20 થી 30 વર્ષની સોલર પેનલની લાઈફ હોય છે. પણ વોરંટીની જો વાત કરીએ તો વોરંટીની અંદર કંપની 10 થી 15 વર્ષ કે 20 વર્ષની વોરંટી આપતી હોય છે પણ એ કંપની કંપની ઉપર આધાર રાખતી હોય છે.પણ જનરલી જે તે કંપની છે એ 10 વર્ષથી 12 વર્ષની આસપાસમાં વોરંટી આપતી હોય છે.

ઇન્વર્ટરની વોરંટીની વાત કરીએ તો સોલર ઇન્વર્ટર જે છે એની ઉપર 5 વર્ષથી 8 વર્ષની વોરંટી આપવામાં આવે છે અને જો તમે એક્સ્ટ્રા રૂપિયા આપો તો એક્સ્ટ્રા સર્વિસ પણ પર્ચેસ કરી શકો છો.

તમને આગળ જણાવ્યું તેમ સરકારે સોલાર સિસ્ટમનો ભાવ નક્કી નથી કર્યો જે તે કંપની નક્કી કરશે અને એ કંપની તમને શું આપે છે એ સવાલ તમારે પૂછવાના છે. જો તમે પૂછશો તો જ તમને સમજાશે કે હું આ સિસ્ટમ લઈશ તો મને આટલામાં પડશે પણ એની અંદર આટલા આટલા ક્રાઇટેરિયા છે કે મને કયા પ્રકારની સોલર પેનલ મળે છે, કયા પ્રકારનું ઇન્વર્ટર મળે છે એની અંદર કેટલા વર્ષની વોરંટી છે આ બધું તમે જાણી શકશો.

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment