PM Surya Ghar Yojana Subsidy Structure | સોલાર માટે 60% સબસીડી મળશે

પીએમ સૂર્ય ઘર યોજનામાં સોલાર પેનલ લગાડવા માટે સરકાર દ્વારા બધા જ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને રૂપિયા 78,000 સુધીની સબસિડી મળશે. આ પોસ્ટ દ્વારા આપણે જાણીશું કે તમારા ઘરના વીજ વપરાશ પ્રમાણે તમારે કેટલા યુનિટનું સોલાર પેનલ લગાડવું જોઈએ અને તેની અંદર કેટલી સબસિડી મળવાપાત્ર છે.

PM Surya Ghar Yojana Subsidy Structure 2024: ભારત સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ છે પીએમ સૂર્ય ઘર યોજના. જે યોજના હેઠળ ભારતના દરેક ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ યોજના ભારતના વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2024થી શરૂ કરવામાં આવી છે જેમાં જો તમે તમારા ઘરના છત પર સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવો છો તો સરકાર દ્વારા તમને 60% સબસીડી મળશે. તો ચાલો જાણીએ શું છે આ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અને તેના Subsidy Structure વિશે.

પીએમ સૂર્ય ઘર યોજનાની વિગતો (PM Surya Ghar Yojana Details)

PM Surya Ghar: Muft Bijli Yojana હેઠળ ભારતના ગરીબ તથા મધ્યમવર્ગના 1 કરોડ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવાંમાં આવશે અને આ યોજના હેઠળ જો તમે તમારા ઘરના છત પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવો છો તો સરકાર દ્વારા તમને 60% સબસિડી આપવામાં આવશે, જેના માટે સરકારે રૂપિયા 75,000 કરોડનું બજેટ રાખ્યું છે.

પીએમ સૂર્યઘર યોજનામાં રજીસ્ટ્રેશન અને અપ્લાય કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે બીજી પોસ્ટમાં આપી છે જે વાંચવા માટે તમે નીચે આપેલ લિંક પાર ક્લિક કરી જાણી શકો છો અને PM Surya Ghar Yojana માટે અપ્લાય કરી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

PM Suryaghar Yojana માં આ રીતે કરો અરજી

પીએમ સૂર્ય ઘર યોજનામાં સબસિડી કેટલી મળશે? (PM Surya Ghar Yojana Subsidy Structure)

PM સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડીની વાત કરીએ તો ગુજરાતની અંદર સોલાર રૂફટોપ માટે 1 થી 2 કિલો વોટની સોલાર પેનલ લગાવો છો તો તમને 30,000 હાજર રૂપિયાની સબસિડી મળવાપાત્ર છે. અને જો તમે 2 કી. વોટથી વધારેની સોલાર પેનલ લગાવો છો તો તમને 18,000 રૂપિયાની સબસિડી મળશે. ઉદાહરણ પ્રમાણે દરેક કિલો વોટ પ્રમાણે કેટલી સબસિડી મળશે તે તમે નીચે ચાર્ટ પ્રમાણે જોઈ શકો છો.

કી. વોટ (per kW)સબસિડી
1 કી.વોટ માટે30,000/-
2 કી.વોટ માટે30,000 + 30,000 = 60,000/-
1 કી.વોટ માટે60,000 + 18,000 = 78,000/-
> 3 કી.વોટથી વધારેકુલ વધુમાં વધુ 78,000/-

જૂની સબસિડીના કિસ્સામાં

  • 3 કી.વોટ સુધી 18,000/- પ્રતિ કી.વોટ એટલે કુલ સબસિડી 54,000/-
  • 5 કી.વોટ માટે 54,000/- અને વધારાના 9,000/- પ્રતિ કી.વોટ એટલે કુલ સબસિડી 72,000/-
  • એટલે કે નવી યોજના પ્રમાણે તમને 6,000/- સબસિડી વધારે મળશે.

કેટલા કિલો વોટનું સોલાર પેનલ લગાડવું?

હવે તમને ખબર કેવી રીતે પડશે કે તમારે કેટલા કી.વોટનું સોલાર પેનલ સિસ્ટમ તમારા ઘર ઉપર લગાડવું જોઈએ, તો ચાલો જાણીએ: જો તમારા ઘરનો વીજળી વપરાશ 0 થી 150 યુનિટ સુધી હોય તો તમે 1 થી 2 kW નું પેનલ લગાવી શકો છો અને 150 થી 300 યુનિટ હોય તો 2 થી 3 kW અને જો તમારા ઘરનો વપરાશ 300 યુનિટથી વધારે હોય તો તમે 3 kW થી વધારેનું સોલાર પેનલ લગાડવું જોઈએ.

કેટલી ક્ષમતાની સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવી જોઈએ?

  • 0 થી 150 યુનિટની વચ્ચે છે, તેમણે 1 થી 2 kW
  • 150 થી 300 યુનિટની વચ્ચે છે, તો 2 થી 3 kW
  • 300 યુનિટ કરતા વધુ હોય તો 3 kW

Suitable Rooftop Solar Plant Capacity for households

Average Monthly Electricity Consumption (units)Suitable Rooftop Solar Plant Capacity  Subsidy Support
0-1501 – 2 kWRs 30,000 to Rs 60,000/-
150-3002 – 3 kWRs 60,000 to Rs 78,000/-
>300Above 3 kWRs 78,000/-

ફોર્મ ભરવા માટે યોગ્યતા

  • લાભાર્થી ભારત દેશનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીએ પહેલા કોઈ પણ સોલાર સબસિડીનો લાભ ન લીધો હોય.
  • લાભાર્થી પાસે પોતાનું છત વાળું મકાન હોવું જોઈએ.
  • લાભાર્થીનો આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.
  • લાભાર્થીના પરિવારનો કોઈ પણ સદસ્ય સરકારી સેવામાં કાર્યરત ન હોવો જોઈએ.

પીએમ સૂર્ય ઘર યોજનામાં ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • પાન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • વીજળી બિલ
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી કેવી રીતે કરવી

આ યોજનામાં અરજી કરવા માટે સૌથી પહેલા લાભાર્થીએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જેના માટે આપ અમારી “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન” આ પોસ્ટ જોઈ શકો છો, એમાં અમે તમને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આપી છે. ત્યાર પછી તમારે અરજી ફોર્મ ભરવાનું રહશે જેની વિગત પણ અમે બીજી પોસ્ટમાં આપી છે જેની લિંક તમને નીચે અથવા ઉપર પેજમાં મળી જશે ત્યાં જઈને તમે પુરી જાણકારી વાંચી શકો છો.

અરજી કરવા માટે:

  • સૌથી પહેલા પીએમ સૂર્ય ઘર યોજના 2024ની ઓફિસિયલ વેબસાઇટ https://pmsuryaghar.gov.in ખોલો.
  • તેના પર નવા રજીસ્ટ્રેશન માટે Apply For Rooftop Solar પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારે રાજ્ય, જિલ્લા અને તમારી એલેટ્રીસીટી બિલની માહિતી દાખલ કરો અને Next પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારું નામ ત્યાં જોવા મળશે તેને કન્ફોર્મ કાર્ય બાદ મોબાઈલ નંબર અને બાકીની ડીટેલ ભરો.
  • એકવાર રજીસ્ટ્રેશન પૂર્ણ કાર્ય પછી Login કરવાનું રહશે.
  • Apply for the Rooftop Solar પર ક્લિક કરી અરજી ફોર્મમાં તમામ જરૂરી વિગતો નાખી ડોક્યુમેન્ટ ઉપલોડ કરવાનું રહશે.
  • અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારે DISCOM ની મંજૂરીની રાહ જોવાની રહશે અને જો તમને મંજૂરી મળશે તો તમારો સંપર્ક કરવામાં આવશે.

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment