PM Suryaghar Yojana માં આ રીતે કરો અરજી । Online Apply, Eligibility, Documents @pmsuryaghar.gov.in

PM Surya Ghar Muft Bijli Yojana Online Apply 2024: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનામાં તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી લીધા પછી આગળ તમારી અરજીફોર્મ ઓનલાઇન કઈ રીતે ભરવું, પાત્રતા શું રહશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર રહશે તે જાણવા માટે આ માહિતી પૂરી વાંચો.

જો પહેલા તમે પીએમ સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ નથી કરેલી તો તમે તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ લીંક પરથી માહિતી વાંચી પહેલા તમારું રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી લો.

PM સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન

PM Surya Ghar Yojana Apply Online: હાલમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ PM Surya Ghar Muft Bijli Yojana વિશે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે ભારતના ગરીબ તથા મધ્યમવર્ગના 1 કરોડ પરિવારોને વીજળી બિલથી રાહત મળે તે માટે રૂફટોપ સોલાર પેનલ લગાવશે. અને મોંઘા વીજળીના બિલોમાંથી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ઝુંબેશ દ્વારા ગ્રીન એનર્જી મિશનને પ્રોત્સાહન આપીને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદ કરશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

અને આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ કેવી રીતે અરજી પ્રક્રિયા કરવી તેની સંપૂર્ણ માહિતી તમે આ પોસ્ટમાં વાંચી શકો છો અને પીએમ સૂર્ય ઘર યોજના માટે Online Apply કરી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન (PM Surya Ghar Yojana Online Apply)

પીએમ સૂર્ય ઘર યોજના માટે Online Apply કરવા લાભાર્થી પાસે નીચે જણાવેલ માહિતી અનુસાર યોગ્યતા હોવી અનિવાર્ય છે તો જ લાભાર્થી આ યોજનાનો લાભ લઇ શકશે.

પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે યોગ્યતા! (PM Surya Ghar Yojana Eligibility)

આ યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે, લાભાર્થી પરિવારો પાસે નીચે દર્શાવેલ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

  • લાભાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થીના પરિવારનો કોઈ પણ સદસ્ય સરકારી સેવામાં કાર્યરત ન હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાનું પાકું મકાન હોવું જોઈએ તથા ઘરના છત પર સોલર પેનલ લગાવી શકાય તેવી અનુકુળતા હોવી જોઈએ.
  • લાભાર્થીનો આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.

પીએમ સૂર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજો? (Required Documents For PM Surya Ghar Muft Bijli Yojana)

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • વીજળી બિલ
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

પીએમ સૂર્ય ઘર યોજના ઓનલાઈન એપ્લીકેશન (How to Online Apply PM Surya Ghar Yojana)

સૌથી પહેલા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે પછી તમે ગવેર્નમેન્ટના નેશનલ પોર્ટલ પાર લોગીન કરી અરજી ફોર્મ ભરી શકશો. રજીસ્ટ્રેશન કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે બીજી પોસ્ટમાં આપી છે. તમે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના રજીસ્ટ્રેશન Link

  • રજીસ્ટ્રેશન પ્રક્રિયા સમાપ્ત કાર્ય બાદ સૌથી પહેલા સરકારના નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ અને ત્યાં આપેલ ઓપ્શન “Apply For Rooftop Solar” ઉપર કલીક કરો અને પછી નીચે મુજબ બીજું પેજ ખુલશે ત્યાં ઉપર આપેલ લોગીન (Login Here) ઉપર કલીક કરો અથવા સીધું પેજ ખોલવા માટે નીચેની લીંક પર કલીક કરો.

લોગીન કરવા માટેની ડાયરેક્ટ લીંક

Step 1

ઉપર આપેલ લીંક પર ક્લીક કરવાથી તમારી સામે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને Next બટન પર કલીક કરો પછી મોબાઈલ પર એક OTP આવશે, આવેલ OTP બોક્સમાં દાખલ કરો અને લોગીન થઈ જશે.

નેશનલ પોર્ટલ પર લોગીન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલી તમારી સામે આવશે, તેમાં તમે યોજના દ્વારા સોલાર લગાડવા માટે અરજી ફોર્મ ભરી શકશો.

Step 2

હવે સોલાર રૂફટોપ યોજના માટેની અરજી કરવા માટે Proceed બટન પર કલીક કરી આગળ વધો.

Step 3

હવે તમારી સામે નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે લાભાર્થીની સંપૂર્ણ વિગત ભરવી પડશે જે નીચે મુજબ છે.

Apply for Rooftop Solar Installation

  • Details of Applicant (લાભાર્થીની વિગત)
  • Electricity Distribution Company Details (તમારી વીજ વિતરણ કંપનીની વિગત)
  • Contact Details (તમારી કોન્ટેક્ટ ડીટેલ)
  • Solar Rooftop Details (રુફટોપ વિશે માહિતી)
  • Details of Applicant (લાભાર્થીની વિગત) જેમાં તમારે નીચે મુજબની વિગત દાખલ કરવાની રહેશે.
  • Name as per Electricity Bill : તમારા બીલમાં આપેલ નામ દાખલ કરો
  • Category of Applicant : તમારી કેટેગરી દાખલ કરો જેવી કે (SC, ST, OBC etc)
  • Address of Premises for Installation : તમારું સરનામું દાખલ કરો
  • Address Line2 : તમારું સરનામું દાખલ કરો
  • Village : તમારા ગામ અથવા શહેરનું નામ
  • City : તમારા ગામ અથવા શહેરનું નામ
  • District : તમારો જીલ્લો જે પહેલેથી જ આપેલ હશે
  • State : તમારૂ રાજ્ય જે પહેલાથી જ આપેલ હશે
  • PIN Code : તમારા એરીયાનો પીન કોડ દાખલ કરો

Step 4

  • Electricity Distribution Company Details – (જેમાં તમારી વીજ વિતરણ કંપનીની વિગત) જેમાં તમારે તમારું ડીવીઝન ઓફીસ અને સબ ડીવીઝન ઓફીસ અને તમારો લોડ દાખલ કરો.
  • Contact Details – (તમારી કોન્ટેક્ટ ડીટેલ) જેમાં તમારે આ મુજબની વિગત દાખલ કરવાની રહેશે. (કોન્ટેક્ટ ડીટેલમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ જ હશે. જો તમારે ચેન્જ કરવા હોય તો Edit બટન પર કલીક કરો અને ચેન્જ કરો)
  • Solar Rooftop Details – (રુફટોપ વિશે માહિતી) જેમાં તમારે આ મુજબ વિગત દાખલ કરવાની રહેશે. (Category : જેમાં તમારે તમારા બીલની કેટેગરી સીલેક્ટ કરવાની રહેશે. જેમાં ઘર માટે હોય એટલે Residential આવશે)

Step 5

  • હવે થોડું નીચે જશો એટલે નીચે મુજબ ત્રણ વિગત દાખલ કરવાની રહેશે.
  • Proposed Solar plant Capacity (in kW) – (જેમાં તમારે કેટલા કિલોવોટનો (KW) નો પ્લાન બેસાડવો છે તે દાખલ કરો)
  • Capacity of Solar plant if any existing installed (in kW) – (જેમાં તમારે, જો તમે પહેલાથી જ સોલાર પ્લાન્ટ બેસાડેલ હોય તો તે કેટલા KW નો છે તે ડીટેલ નાખવાની રહશે. સોલાર પ્લાન્ટ બેસાડેલ ન હોય તો ખાલી રાખો)
  • Latitude/Longitude – (બાજુમાં આપેલ મેપમાં તમારા ઘરનું લોકેશન અથવા તમારા એરિયાનું લોકેશન સીલેક્ટ કરો એટલે એ પ્રમાણે Latitude/Longitude બાજુમાં આવી જશે)
  • ઉપર આપેલ મુજબ બધી વિગત દાખલ કરી લીધા પછી નીચે આપલે “Save & Next” બટન ઉપર કલીક કરવું.

Step 6

  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમે ભરેલી બધીજ વિગતો બતાવશે.
  • હવે નીચે બતાવેલ લાલ માર્ક વાળા બોક્સમાં “Choose File” પર ક્લિક કરી તમારું બીલ સીલેક્ટ કરો અને પછી બાજુમાં આપેલ “Upload” બટન ઉપર ક્લીક કરો.
  • બીલની કોપી .jpg, .pdf અથવા .jpeg ફોરમેટમાં હોવી જોઈએ.
  • બીલ અપલોડ કરી લીધા પછી બધી વિગતો વાંચી અને “Final Submission” બટન ઉપર ક્લીક કરવું.

Step 7

  • ત્યાર પછી નીચે મુજબ પેજમાં બતાવશે કે તમારી એપ્લીકેશન સફળતા પૂર્વક ઉપલોડ થઇ ગઈ છે અને હવે તમારી બેંકની વિગત દાખલ કરો.
  • બેંકની વિગત નાખવા માટે “Go to Bank Details” બટન ઉપર કલીક કરો. જો તમારે બેંકની વિગત અત્યારે ન નાખવી હોય તો પણ ચાલશે, તમે તમારી બેંકની વિગત પછી પાછળથી પણ નાખી શકશો.
  • ધ્યાન રહે તમારા બીલમાં અને બેંક ખાતામાં નામ એક સરખું હોવું જોઈએ.

Step 8

  • ત્યાર પછી બેંક ડીટેલ નાખવા માટે નીચે મુજબ પેજ ઓપન થશે જેમાં તમારે તમારા બેંકની સંપૂર્ણ વિગત નાખવાની રહેશે.
  • Bank Name : તમારી બેંકનું નામ
  • IFSC Code : તમારા બેંકનો IFSC કોડ.
  • Account Holder Name : તમારા બેંક ખાતામાં આપેલું નામ.
  • Bank Account Number : તમારા ખાતા નંબર.
  • Upload Cancelled Cheque / Bank Passbook Copy / Bank E-statement / Group Bank Account : અહી તમારે તમારો કેન્સલ કરેલો ચેક અથવા બેંકની પાસ બુકની કોપી અથવા બેંકનું સ્ટેટમેન્ટ અપલોડ કરવાનું રહેશે. બાજુમાં આપેલ Choose file ઉપર કલીક કરો અને File (.jpg, .jpeg અથવા .pdf) અપલોડ કરો.
  • ઉપર મુજબ સંપૂર્ણ વિગત દાખલ કરી લીધા પછી “Submit to MNRE” બટન પર ક્લિક કરો એટલે તમારી વિગત સેવ (Save) થઈ જશે.

Step 9

  • ઉપર પ્રમાણે અરજી ફોર્મ ભર્યા પછી હવે તમારે એપ્લીકેશન સફળતા પૂર્વક થઈ ગઈ છે હવે તેની રસીદ (Acknowledgement) ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ હોમ પેજ ઉપર જશો એટલે ઉપર આપેલ બટન “Application Acknowledgement” પર ક્લીક કરો એટલે તમારી રસીદ ડાઉનલોડ થઈ જશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા પછી જો તમે ઈમેલ દાખલ કરેલ હશે તો રસીદ ઈમેલમાં પણ આવી જશે.

પીએમ સૂર્યઘર યોજનાનું ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે ડાઉનલોડ કરેલ રસીદમાં તમારા રજીસ્ટ્રેશનની ડીટેલ આપેલ હશે. જેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર, તારીખ અને ટાઈમ, ગ્રાહકનું નામ, તમારો લોડ, સોલાર માટે માંગેલો લોડ વગેરેની માહિતી બતાવશે.

હવે ઉપર મુજબ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી હવે તમારે તમારી વીજ વિતરણ કંપની તરફથી મંજુરી મળવાની રાહ જોવાની રહેશે. જેમાં તમારી વીજ વિતરણ કંપનીમાંથી કોઈપણ સાહેબ આવીને તમારી વિગતો ચકાસશે અને બધું બરાબર હશે તો થોડા દિવસોમાં તમને મંજૂરી આપવામાં આવશે.

તમને મળેલ મજુરીની માહિતી તમારા ઈમેલ અથવા લોગીન કરશો એટલે હોમ પેજ ઉપર પણ બતાવશે. ત્યાર પછી તમારે તમારા એરિયામાં આવેલ કોઈપણ એજન્સી અથવા વેન્ડરનો કોન્ટેક્ટ કરીને સોલાર પેનલ લગાડવાની રહેશે અને પછી કામ પૂર્ણ થયા પછી તમારે કામ પૂર્ણ થઈ ગયું છે તેની વિગત અપલોડ કરવાની રહેશે અને પછી સબસીડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે.

PM Surya Ghar Yojana 2024 ના રજીસ્ટ્રેશન ને લઈને કોઈ પણ સવાલ અથવા મુશ્કેલી હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી અમને જણાવી શકો છો. અમે તમારી મદદ કરવા માટે હાજર રહીશું ધન્યવાદ!

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment