Gujarat Vahali Dikri Yojana 2024 : રૂપિયા 1 લાખ 10 હજાર ની સહાય સરકાર દ્વારા આ યોજના હેઠળ રાજ્યની તમામ દીકરીઓને મળશે, અરજી ફોર્મ અહીંથી ભરો

Vahali Dikri Yojana 2024 : મિત્રો, હાલમાં ચાલી રહેલ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના શિક્ષણ અને સમાજમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે “વહાલી દીકરી યોજના 2024” શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારની પ્રથમ અને દ્વિતીય દીકરીને આર્થિક સહાય રૂપે રૂપિયા 1 લાખ 10 હજાર સરકાર દ્વારા આપવામાં આવશે.

આ યોજના માટે અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વહાલી દિકરી યોજના દ્વારા ગુજરાતની છોકરીઓને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય મળશે. આ યોજના માટે પાત્ર છોકરીઓને સહાય રૂપે એક લાખ રૂપિયાથી વધુ મળશે. ગુજરાત વહાલી દિકરી યોજના 2024 સંબંધિત સંપૂર્ણ માહિતી અમે આ પોસ્ટમાં આપી છે, પાત્રતા શું છે, ફોર્મ કેવી રીતે ભરવું જેવી તમામ વિગતો જાણવા આ પોસ્ટ અંત સુધી વાંચો અને અમે નીચે ફોર્મ ની લિંક પણ આપી છે. જેને તમે ડાઉનલોડ કરી ભરી શકો છો.

આ પણ વાંચો

વહાલી દિકરી યોજના 2024 (Gujarat Vahali Dikri Yojana 2024)

ગુજરાત સરકાર દ્વારા રાજ્યની દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે વહાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેને “ડિયર ડોટર સ્કીમ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારની પ્રથમ અને દ્વિતીય દીકરીને તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય ત્રણ તબક્કામાં મળશે જેની કુલ રકમ 1 લાખની અને 10 હાજર રૂપિયા હશે, જેનાથી તેઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનશે.

સરકાર દ્વારા આ યોજનાની પહેલ ગુજરાતની છોકરીનો જન્મ દર અને લિંગ ગુણોત્તર સુધારવા માટે કરવામાં આવી છે, હાલમાં રાજ્યમાં દર 1000 છોકરાઓ પાછળ 883 છોકરીઓ છે. જેને ધ્યાનમાં રાખી આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા, સ્વતંત્ર અને સશક્ત બનવામાં સહાયરૂપ બનશે જે સમાજમાં તેમના પ્રત્યેની નકારાત્મક ધારણાઓને બદલશે.

વહાલી દિકરી યોજનાનો ઉદ્દેશ્ય (Objective of Gujarat Vahali Dikri Yojana 2024)

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની દીકરીઓને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના દ્વારા દીકરીઓની શિક્ષા અને લગ્ન માટે નાણાકીય મદદ મળશે. આનાથી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકશે અને આત્મનિર્ભર બની શકશે. સાથે જ લિંગ ગુણોત્તર અને છોકરીનો જન્મ દર સુધારવામાં પણ આ યોજના મદદરૂપ થશે. તદુપરાંત, આ સ્કીમ હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાયને કારણે, રાજ્યની દીકરીઓ કોઈપણ આર્થિક અવરોધ વિના તેમનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરી કોઈના પર નિર્ભર રહ્યા વિના પોતાનું જીવન સુધારી શકશે.

આ પણ વાંચો

વહલી દિકરી યોજનાના લાભો કોને મળશે અને કેટલી રકમ મળશે? (Benefits of Gujarat Vahli Dikri Yojana 2024)

આ યોજના લાભાર્થી પરિવારની પ્રથમ અને દ્વિતીય દીકરીને યોજનાનો લાભ મળશે તથા, વહલી દિકરી યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ તથા પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી વધુ ન હોવી જોઈએ. ત્યાર બાદ દીકરીનો જન્મ 2 August 2019 પછી થયેલ હોવો જોઈએ અને અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ. આ તમામ પાત્રતા હોય એવા પરિવારની દીકરીઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર થશે જેની નોંધ લેવી.

કેટલી રકમ મળશે?

વહાલી દીકરી યોજના 2024 હેઠળ દીકરીઓને કુલ ₹1 લાખ 10 હાજર આપવામાં આવે છે. આ રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે.

StagesAmount
દીકરી ધોરણ 1 માં દાખલ થાય ત્યારે.₹4,000
દીકરી ધોરણ 9 માં દાખલ થાય ત્યારે.₹6,000
દીકરી 18 વર્ષની થાય ત્યારે (શિક્ષણ અથવા લગ્ન માટે).₹1 લાખ

વહાલી દિકરી યોજના 2024 માટે જરૂરી દસ્તાવેજો (Gujarat Vahli Dikri Yojana 2024 Important documents)

ગુજરાત વહલી દિકરી યોજના માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો નીચે મુજબ છે:

  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ.
  • આવકનું પ્રમાણપત્ર.
  • જાતિ પ્રમાણપત્ર.
  • બાળકનું જન્મ પ્રમાણપત્ર.
  • બેંક ખાતાની વિગતો.
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

વહાલી દિકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી? (Process for Gujarat Vahali Dikri Yojana 2024)

હજુ સુધી વહાલી દીકરી યોજના 2024 માટે ઓનલાઇન (online) અરજી કરવાની પ્રક્રિયા જાહેર કરવામાં આવી નથી. પણ તમે ઓફલાઈન (Offline) અરજી કરી શકો છો જેના માટે ફોર્મ અને અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:

  • અરજદારો આંગણવાડી કેન્દ્ર/ગ્રામ પંચાયત/CDPO(ICDS) ઑફિસ/જિલ્લા મહિલા અને બાળ અધિકારી ઑફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે. અથવા નીચે આપેલ લિંક પરથી ફોર્મ Download કરી શકશો.
  • અરજી ફોર્મ ભરો અને તેની સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડો.
  • એ જ ઑફિસમાં દસ્તાવેજો સાથે અરજી ફોર્મ સબમિટ કરો.
  • અરજીપત્રકો અને દસ્તાવેજોની સંબંધિત અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવશે.
  • અરજદારને પાત્રતા કે અયોગ્યતા વિશે SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • ડિપાર્ટમેન્ટ ઑફિસ દ્વારા આખરે તેમની અરજી મંજૂર થઈ જાય પછી પાત્ર લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય મળશે.

Important Links

વધારે માહિતી માટેClick Here
ગુજરાત વહાલી દિકરી યોજના 2024 અરજી ફોર્મClick Here
Website HomeClick Here

Sharing Is Caring:

Leave a Comment