PM Surya Ghar Yojana: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા

PM Surya Ghar Yojana Online Registration: લાભાર્થી આ યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન નેશનલ પોર્ટલ (https://pmsuryaghar.gov.in) પર જઈ અરજી ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી શકે છે.

PM Surya Ghar Yojana 2024: પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેદ્ર મોદી દ્વારા હાલમાં શરૂ કરવામાં આવેલ કેન્દ્ર સરકારની એક નવી યોજના છે. જેના દ્વારા દેશના ગરીબ તથા માધ્યમ વર્ગના 1 કરોડ પરિવારોને મફત વીજળી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ યોજના “પીએમ સૂર્ય ઘર યોજના” માટે લાભાર્થીએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે જાણવા માટે નીચે આપેલ સંપૂર્ણ માહિતી વાંચો. જે માહિતી અનુસરી કોઈ પણ લાભાર્થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકે છે.

પીએમ સૂર્ય ઘર યોજના ઓનલાઇન રજીસ્ટ્રેશન (PM Surya Ghar Yojana Online Registration)

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં રજીસ્ટ્રેશન કરવા માટે લાભાર્થી નીચે દર્શાવેલ માહિતી અનુસાર રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકે છે:

  • સૌથી પહેલા નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ.
  • ત્યાર પછી ડાબી બાજુ આપલે ‘Apply For Rooftop Solar’ બટન ઉપર કલીક કરો.
  • તમારી સામે એક નવું પેજ ખુલશે.
  • પછી તમારું રાજ્ય, તમારો જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરો અને તમારો ગ્રાહક નંબર દાખલ કરી Next બટન પર ક્લીક કરો.
  • ત્યાર પછી તમારો મોબાઈલ નંબર પર આવેલ OTP અને કેપ્ચા કોડ દાખલ કરી Submit બટન પર ક્લીક કરો.
  • હવે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને રજીસ્ટ્રેશન થઈ ગયું છે તેવો મેસેજ પણ બતાવશે.
  • આ પ્રમાણે તમે પીએમ સૂર્ય ઘર યોજના માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકો છો.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના શું છે? (PM Surya Ghar Yojana 2024)

આપણા દેશના કરોડો ગરીબ અને મધ્યમ પરિવારોને વીજળી બિલની પરેશાનીનો સામનો કરવા પડે છે. જેને ધ્યાનમાં રાખી ભારત સરકાર શ્રી નરેદ્ર મોદીજીએ પીએમ સૂર્ય ઘર યોજનાની જાહેરાત કરી છે, જેના દ્વારા ભારત ભરમાં 1 કરોડ પરિવારોને મફત વીજળીનો લાભ આપવામાં આવશે. આ યોજનાના માધ્યમથી લાભાર્થીના ઘરો ઉપર સોલર પેનલ લગાડવામાં આવશે જેના માટે કેન્દ્ર સરકાર 75000 કરોડનું બજેટ બિલ પાસ કર્યું છે.આ યોજના માટે આવેદન પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ લેવા માટે શું યોગ્યતા હોવી જોઈએ? (PM Surya Ghar Yojana Eligibility)

આ યોજનાનો લાભ લેવા અરજી કરવા માટે, લાભાર્થી પરિવારો પાસે નીચે દર્શાવેલ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે:

  • લાભાર્થી ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થીની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થીના પરિવારનો કોઈ પણ સદસ્ય સરકારી સેવામાં કાર્યરત ન હોવો જોઈએ.
  • લાભાર્થી પાસે પોતાનું પાકું મકાન હોવું જોઈએ તથા ઘરના છત પર સોલર પેનલ લગાવી શકાય તેવી અનુકુળતા હોવી જોઈએ.
  • લાભાર્થીનો આધારકાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ.

પીએમ સૂર્ય ઘર યોજના માટે જરૂરી દસ્તાવેજો? (Required Documents For PM Surya Ghar Muft Bijli Yojana)

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • વીજળી બિલ
  • બેંક ખાતાની પાસબુક
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

PM સૂર્ય ઘર યોજના હેઠળ ઑનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા (PM Surya Ghar Yojana Registration Online)

જો લાભાર્થી ઉપર બતાવેલ તમામ પાત્રતા માપદંડોને પૂર્ણ કરતો હોય અને પીએમ સૂર્ય ઘર યોજના માટે ઓનલાઈન અરજી કરવા ઈચ્છતો હોય, તો નીચે આપેલ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ અનુસરો.

પ્રથમ પગલું:- રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા સરકારના નેશનલ પોર્ટલ https://pmsuryaghar.gov.in પર જાઓ અને પછી ડાબી બાજુ આપલે Apply For Rooftop Solar બટન ઉપર કલીક કરો અથવા નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક

બીજું પગલું:- ઉપરની આપેલ લીંક પર ક્લિક કરતા નીચે મુજબ પેજ ખુલશે જેમાં તમારે તમારું રાજ્ય, જીલ્લો, તમારી વીજ વિતરણ કંપની સીલેક્ટ કરી તમારો ગ્રાહક નંબર દાખલ કરી Next બટન પર ક્લીક કરો.

ત્રીજું પગલું:- હવે નીચે મુજબ પેજમાં ગ્રાહકનું નામ બતાવશે અને જો નામ બરાબર હોય તો પછી આગળ Proceed બટન પર કલીક કરો.

ચોથું પગલું:- હવે નીચે મુજબ પેજમાં બતાવ્યા પ્રમાણે પહેલા બોક્ષમાં તમારો મોબાઈલ નંબર દાખલ કરી અને Click to send Mobile OTP in SMS બટન પર ક્લીક કરો.
પાંચમું પગલું:- તમારા દાખલ કરેલ મોબાઈલ નંબરમાં એક OTP આવશે તે નીચે આપલે Mobile OTP ના બોક્ષમાં દાખલ કરો.
છઠ્ઠું પગલું:- હવે તમારે ઈ-મેઈલ (Optional) દાખલ કરવું હોય તો દાખલ કરો નહિ તો પછી નીચે આપેલ કેપ્ચા કોડ (Captcha code) દાખલ કરી Submit બટન પર કલીક કરો.

સાતમું પગલું:- હવે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ જશે અને નીચે મુજબ પેજમાં એક મેસેજ બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે.

નોંધ: ઉપર બતાવ્યા પ્રમાણે રજીસ્ટ્રેશની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગળના ના સ્ટેપમાં તમારે લોગીન કરવાનું રહેશે અને લોગીન કરવા માટે તમારે નીચે આપલે લીંક પર ક્લિક કરવાનું રહશે.

લોગીન (Login) કરવા માટે અહીં ક્લિક કરો!

અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણેનું પેજ ઓપન થશે, અહીં આપેલ બોક્સમાં તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી અને Next બટન પર કલીક કરો પછી મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો એટલે લોગીન થઈ જશે.

પીએમ સૂર્ય ઘર યોજનાના નેશનલ પોર્ટલ પર લોગીન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે જેમાં તમે સોલાર પેનલ લગાડવા માટે અરજી કરી શકો છો અને તમને સબસીડી સોલારનું વર્ક પૂર્ણ થયા બાદ જ મળવાપાત્ર છે એવી માહિતી આપેલ હશે. બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી કે આ યોજના હેઠળ મળવાપાત્ર સબસીડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં જ જમા થશે અને એ પણ તેનું સોલારનું કામ પૂર્ણ થયા પછી.

હવે આગળની પ્રક્રિયામાં તમે સોલાર માટેની અરજી કરવા માટે “Proceed” બટન પર કલીક કરો. આગળની માહિતી માટે તમે અમારા બીજા આર્ટિકલ પર જઈ શકો છો જેની લિંક અમે અહીં નીચે આપી છે. જ્યાં તમને અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Also Read:

પીએમ સૂર્ય ઘર યોજના ઑનલાઇન રજીસ્ટ્રેશન માટે ટીપ્સ

  • તમારી પાસે તમારા ગ્રાહક નંબર અને OTP માટે રજીસ્ટર મોબાઈલ સહિત તમામ જરૂરી માહિતી હોવી જોઈએ.
  • યોજનાના નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો.
  • કોઈપણ ભૂલો ટાળવા માટે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો.
  • તમને મળેલ ટ્રેકિંગ ID સાચવીને રાખો.

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment