PM Surya Ghar Yojana 2024: 300 યુનિટ વીજળી મળશે મફત દર મહિને, જાણો શું છે કેન્દ્ર સરકારની આ સ્કીમ?

PM Surya Ghar Yojana 2024 – Muft Bijli Yojana : માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે એક ભાષણમાં ઘોષણા કરતા કહ્યું કે, 75000 કરોડના રોકાણ હેઠળ ભારતભરનાં એક કરોડ ઘરો પર રૂફટૉપ સોલાર સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે, જેનાથી દર મહિને 300 વીજળી મફત અપાશે.

PM Surya Ghar Yojana 2024: પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીજી એ અયોધ્યાથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કર્યા પછી પરત ફરતા સૌથી પહેલા આ યોજના લોન્ચ કરવાની ઘોષણા કરી હતી. જેના અંતર્ગત 1 કરોડ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવાનો ટાર્ગેટ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે જેનો લાભ ભારતભરના 1 કરોડ લોકોને મળશે. મંગળવાર તા- 13-02-2024 ના રોજ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના શરૂ કરવા માટે રૂપિયા 75000 કરોડનું બજેટ પાસ કર્યું છે.

આજે આપણે આ પોસ્ટમાં પીએમ સૂર્ય ઘર યોજના સંબંધિત જાણીશું કે આ યોજનાનો લાભ કોને-કોને મળશે? શું લાભ મળવાપાત્ર છે? ફોર્મ કેવી રીતે ભરવું? કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? કેટલી સબસિડી મળશે? જેવી તમામ વિગતો વિશે આપણે સંપૂર્ણ વિગતવાર જાણીશુ. તો આપ સૌને નિવેદન છે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના વિશે સંપૂર્ણ જાણકારી માટે આ પોસ્ટ અંત સુધી વાંચે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે ? – What is PM Surya Ghar Muft Bijli Yojana?

સૌથી પહેલા આપણે જાણીશુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સોસીયલ મીડિયા ટવિટર પર પોસ્ટ શેર કરતા શું લખ્યું? આ ટવિટર પોસ્ટમાં એમણે લખ્યું છે કે “અવિરત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની શુરૂઆત કરી રહ્યા છીએ. 75000 કરોડ રૂપિયાની નિવેશ વાળી આ યોજનાનો લક્ષ્ય દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન કરીને એક કરોડ ઘરોને રોશન કરવામાં આવશે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના: Overview

યોજનાનું નામપ્રધાનમંત્રી સૂર્યઘર યોજના
કોણે શરૂ કરી?પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી
કોને મળશે લાભ?દેશના નાગરિકો
ઉદ્દેશ્યદર મહિને 300 યુનિટ મફત વીજળી
ઓનલાઇન અરજી શરૂ13 ફેબ્રુઆરી 2024
બજેટરૂ. 75,000 કરોડ
વર્ષ2024
લાભ મળશેદર મહિને 300 યુનિટ મફત વીજળી
યોજનાનો લક્ષ્ય1 કરોડ પરિવારો
અરજી પ્રક્રિયાઓનલાઇન
સરકારી વેબસાઇટpmsuryaghar.gov.in

પીએમ સૂર્ય ઘર યોજનાનો ઉદ્દેશ્ય

પ્રધાનમંત્રી દ્વારા “પીએમ સૂર્ય ઘર યોજના” શરૂ કરવાનો મુખ્ય ઉદેશ્ય ભારતના એક કરોડ પરિવારો ને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર તરફથી ઘરોના છતો પર સોલાર પેનલ લગાડવા માટે સબસીડી આપવામાં આવશે. પીએમ સૂર્યઘર યોજના હેઠળ મળેલ સબસિડીની રાશિ સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ દેશના 100 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે અને જે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોય એ લોકોએ સરકારની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવું પડશે.

આપણા નાણામંત્રી નિર્મલા સિતારમણે એક ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ (Budget 2024)માં રૂફટૉપ સોલાર (Rooftop Solar System) અને મફત વીજળી યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે, આ યોજના દ્વારા દેશના એક કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ વીજળી મફત આપી શકાશે જેનાથી એક કરોડ પરિવારનો વાર્ષિક 15થી 18 હજાર કરોડ રૂપિયાની બચત થશે અને તેઓ આ વધારાની વીજળી પાવર વીજળી વિતરણ કંપનીને વેંચી શકશે.

સબસિડીની વાત કરીએ તો આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર 3 kW સુધીની ક્ષમતાવાળા સોલાર પાવર પ્લાન્ટ માટે રૂપિયા 18,000/kW ની સબસિડી આપશે. જે રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે ત્યાં આ રકમ રૂપિયા 20,000/kW રહેશે. 3-10 kW ના પાવર પ્લાન્ટ માટે, પ્રથમ 3 kW માટે રૂપિયા 18,000/kW અને પછી રૂપિયા 9,000/kWના દરે સબસિડી આપવામાં આવશે. સરકારની ઑફિશિયલ વેબસાઈટ પર મળતી માહિતી અનુસાર, સાત અલગ-અલગ તબક્કાઓ પૂર્ણ થયા બાદ લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે.

યોજનાનો લાભ કોને-કોને મળશે?

આ યોજના PM મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવી છે, જેનો લાભ ભારતના કુલ 1 કરોડ પરિવારોને રૂ. 75,000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યનાં 20 લાખ ઘરોને પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મળશે અને સાથે સાથે માધ્ય ગુજરાતના લગભગ 5 લાખ જેટલા ઘરોને આવરી લેવામાં આવશે.

આ યોજના હેઠળ રહેણાંક ઘરો માટે આ રીતે સબસિડી નક્કી કરવામાં આવી છે, 1 કિ.લો વોટ રૂફટોપ સોલર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂ. 30,000 ની સબસિડી, 2 કિ.લો વોટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂ. 60,000ની સબસિડી અને 3 કિ.લો વોટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂ. 78,000ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશનો નાગરિક હોવો જોઈએ. આ યોજના હેઠળ ઘરોના છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે અને લાભાર્થી આમાંથી ઉત્પન્ન થતી વીજળીના 300 યુનિટ કોઈપણ ચૂકવણી વિના વાપરી શકશે. આ યોજનાનો લાભ મેળવવા માટે, લાભાર્થીઓએ ભારતીય કંપનીઓના જ તમામ સોલાર ઉત્પાદનો તેમની છત પર લગાડવાના રહશે, તો જ તેઓ કેન્દ્રિય સહાય મેળવી શકશે. આ યોજનાથી લાભાર્થીઓને વીજળી બિલમાં ઘણી રાહત મળશે.

પીએમ સુર્ય ઘર યોજનાનો લાભ કેવી રીતે લેવો?

આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારા ઘરના છત પર સોલર પેનલ લગાવો છો તો સરકાર દ્વારા તમને સબસિડી આપવામાં આવશે. આ સિવાય તમને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. આ ઉપરાંત જો તમારી પાસે વધારાની વીજળીનું ઉત્પાદન થાઈ છે તો તમે તેને વેચીને રૂપિયા પણ કમાઈ શકો છો.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાનો લાભનો લાભ આપવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે, જે અંતર્ગત જો તમે બેંક લોન કરવો છો તો તમને તેના પર રિબેટ આપવામાં આવશે અને સબસિડીના રૂપિયા પણ તમારા બેંક ખાતામાં આવશે. જો તમે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હો તો તમારે સરકારની ઓફિશ્યિલ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવી પડશે. આ માટે સરકારે એક વેબસાઈટ (pmsuryaghar.gov.in) પણ આપી છે જેના પર તમે સરળતાથી સોલાર પેનલ લગાવવા માટે અરજી કરી શકો છો.

પીએમ સુર્ય ઘર યોજના માટે કેવી રીતે અરજી કરવી? (PM Surya Ghara Yojana Registration Online)

પ્રધાનમંત્રી (PM) મોદીજી દ્વારા “પીએમ સુર્ય ઘર યોજના” ની ઘોષણા કરવામાં આવી હતી. જેના માટે હવે આ યોજનાને સંબધિત વિભાગો દ્વારા યોગ્ય તૈયારી કરી નેશનલ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જેના દ્વારા લાભાર્થી ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી રહ્યા છે. પીએમ સૂર્ય ઘર યોજના પોર્ટલ પર ઓનલાઇન અરજી પ્રક્રિયા તા.13 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઇ ગઈ છે. કોઈ પણ લાભાર્થી પરિવાર આ યોજનાનો લાભ લેવા માટે આ સરકારી વેબસાઈટ પર જઈ અરજી ફોર્મ ભરી શકે છે. જેના માટે અમે પુરી જાણકારી અહીં આપી રહ્યા છે જે પ્રમાણે તમે અરજી ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ ભરી શકો છો.

મુજવતા પ્રશ્નો (FAQs)

પીએમ સૂર્ય ઘર યોજનાની ઘોષણા ક્યારે કરવામાં આવી?

પીએમ સૂર્ય ઘર યોજનાની ઘોષણા 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે? એટલે કે પીએમ સૂર્ય ઘર યોજના શું છે?

ઉપર રૂફ ટોપ સોલાર પેનલ લગાડવાની યોજના છે. જેના દ્વાર 300 યુનિટ સુધી મફત વીજળી મળશે.

પીએમ સૂર્ય ઘર યોજના માટેની અરજીઓ ક્યારે શરૂ થશે?

પીએમ સૂર્ય ઘર યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા તા.13 ફેબરીઆરી 2024 થી શરૂ થઇ ગઈ છે.

પીએમ સૂર્ય ઘર યોજનો લાભ કોને-કોને મળશે?

પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ ભારતના ગરીબ તથા મધ્યમવર્ગના પરિવારોને મળશે.

પીએમ સુર્ય ઘર યોજના માટે અરજી કેવી રીતે કરવી?

આ યોજના હેઠળ અરજી કરવા માટે નેશનલ પોર્ટલ (www.pmsuryaghar.gov.in) પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવું પડશે.

Important Links

Solar Rooftop CalculatorClick Here
Subsidy StructureClick Here
Vendor List / DetailsClick Here
RegistrationClick Here
LoginClick Here
DISCOM Portal LinkClick Here
DISCOM Contact DetailsClick Here
Bank Financing OptionsClick Here

Sharing Is Caring:

Leave a Comment